• Wed. Apr 30th, 2025

Gj Updates Daily

Latest ગુજરાતી ન્યૂઝ અને અપડેટ

ગુજરાત નું સૌથી મોટું ડિમોલીશન શું કાર્યવાહી થઈ રહી છે જાણો.

Apr 29, 2025


અમદાવાદ, 29 એપ્રિલ 2025 —
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ગુજરાત પોલીસના સંયુક્ત ઓપરેશન હેઠળ આજે ચંદોલા તળાવ વિસ્તારમાં મોટું બુલડોઝર ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઓપરેશનનું લક્ષ્ય તળાવની આસપાસ આવેલા ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવું હતું, જેમાં અસંખ્ય ફાર્મહાઉસો અને ગેરકાયદેસર વસવાટો શામેલ છે.

મોટું ઓપરેશન:

ચંદોલા તળાવ વિસ્તારને “મિની બાંગ્લાદેશ” તરીકે ઓળખાવમાં આવે છે, જ્યાં અવારનવાર ગેરકાયદેસર દબાણો અને અનધિકૃત બાંધકામો બનતા રહ્યા છે. AMC અને પોલીસના એકસાથે 80 JCB મશીનો અને 60 થી વધુ ડમ્પરો દ્વારા બુલડોઝર ઓપરેશન શરૂ કર્યું. ઓપરેશન દરમિયાન 2,000 થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.

તળાવના આસપાસના અનેક કબજો, જેમ કે ફાર્મહાઉસ અને અસંખ્ય ગેરકાયદેસર બાંધકામો, રક્ષણ હેઠળ રાખવામાં આવી રહ્યા હતા. પોલીસ અને AMC ટીમો દ્વારા આ બાંધકામોને તોડી નાખવામાં આવ્યા.

આ ઓપરેશનના ભાગરૂપે, લલ્લા બિહારી નામના એક માણસના ગેરકાયદેસર ફાર્મહાઉસની તોડી પાડવામાં આવ્યુ છે. આ ફાર્મહાઉસમાં આધુનિક સુવિધાઓ જેવી કે ગાર્ડન, ફુવારા અને એર-કન્ડિશન્ડ રૂમ્સ પણ મળી આવી. લલ્લા બિહારી પોલીસના પકડમાં નથી આવ્યો, અને તે નાસી છૂટ્યો છે.

દબાણો અને ગેરકાયદેસર વાસીઓ:

પોલીસે ઘણા બાંગ્લાદેશી નાગરિકોને ડિપોર્ટ કર્યા છે અને આગામી દિવસો મા વધુ પાસપોર્ટ વિના વસવાટ કરનારા લોકોને ઓળખી તેમને ડિપોર્ટ કરવાની યોજના છે.

ભવિષ્યના પ્લાન:

AMC અને પોલીસ વિભાગે ચંદોલા તળાવના સૌંદર્યીકરણ માટે આગળ વધવાનું જણાવ્યું છે. તે આ વિસ્તારને કાંકરિયા લેકફ્રન્ટ જેવી મનોરંજક જગ્યાના રૂપમાં પરિવર્તિત કરવા માટે કામ કરશે.